Family Radio Gujarati



  • દાન
મારાં ઘેટાંને પાળ
© ૨૦૧૨ Family Stations Inc. સર્વ હક સ્વાધીન. પાન છેલ્લે તાજુ કરવામા આવ્યુ:

“તે ત્રીજી વાર તેને કહે છે કે ,યોહાનના દિકરા સિમોન ,શું તુ મારા ઉપર હેત રાખે છે?પિતર દિલગીર થયો તેણે તેને કહ્યુ કે ,પ્રભુ તુ સઘળું જાણે છે;હું તારા ઉપર હેત રાખું છું એ તું જાણે છે.ઇસુ તેને કહે છે કે ,મારા ઘેટાને પાળ”
યોહાન ૨૧:૧૭
“ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બા૫ના આશીર્વાદિતો આવો, જે રાજય જગતનો પાયો નંખાયા અગાઉ તમારે સારું તૈયાર કરેલ છે તેનો વારસો લો; કેમકે હું ભુખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું ; હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયુ ;હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો;હું નાગો હતો ,ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં ; હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા ,હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી”
માથ્થી ૨૫:૩૪-૩૬
“મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું ,અને તેઓ મારી પાછળ ચાલે છે.હું તેઓને અનંતજીવન આપું છું;અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઇ તેઓને છીનવી લેશે નહિ”
યોહાન ૧૦:૨૭-૨૮
“ઓ નાની ટોળી બીહો મા; કેમકે તમને રાજય આપવાની તમારા બાપની ખુશી છે”
લુક ૧૨:૩૨
“યહોવા મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.તે લીલા બીડમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.તે મારા આત્માને તાજો કરે છે ; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે”
ગીતશાસ્ત્ ૨૩:૧-૩